ગણેશ વંદના અને વક્તવ્યો રજૂ કરાયા:અમરેલીમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ

Sep 15, 2026 - 22:15
 0  1
ગણેશ વંદના અને વક્તવ્યો રજૂ કરાયા:અમરેલીમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ
અમરેલીમાં શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે આ વર્ષે પણ ઉત્સાહભેર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા ગણેશજીનું રંગેચંગે અને ધામધૂમપૂર્વક સામૈયું કરીને શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયા દ્વારા ગણેશજીની આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર જોડાઈને ગણેશજીનું સ્વાગત કર્યું હતું અને દર્શનનો લાભ લીધો હતો. શ્રીજી વિદ્યાર્થી ભુવન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. માટી અને કુદરતી તત્વોમાંથી બનેલી આ મૂર્તિના સ્થાપન દ્વારા સંસ્થાએ વિદ્યાર્થીઓમાં અને સમાજમાં પ્રકૃતિપ્રેમ તેમજ પર્યાવરણ જાગૃતિનો ઉત્તમ સંદેશ પાઠવ્યો છે. આજના પ્રદૂષિત માહોલમાં આ પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. ગણેશ ઉત્સવના આ પવિત્ર અવસરે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ સુંદર ગણેશ વંદના પ્રસ્તુત કરી હતી. તેમજ ગણેશજીના મહાતમ્ય અને જીવનચરિત્ર વિશે સચોટ વક્તવ્યો આપ્યા હતા. દરમિયાન આ પ્રસંગે ગણેશજીને ફ્રુટનો વિશેષ થાળ ધરીને પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ વિદ્યાર્થી ઓને પ્રસાદરૂપે ફ્રુટનું વિતરણ કરાયુ હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0