શ્રીજી સૌનું આરોગ્ય સારું રાખે તેવી પ્રાર્થના સાથે કૃષ્ણમ હોસ્પિટલમાં બાપ્પાની આરતી
શ્રીજી સૌનું આરોગ્ય સારું રાખે તેવી પ્રાર્થના સાથે કૃષ્ણમ હોસ્પિટલમાં બાપ્પાની આરતી
સુરત: ગણેશોત્સવના પાવન અવસરે કૃષ્ણમ હોસ્પિટલ ખાતે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપ્પાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પણ આ ધાર્મિક પ્રસંગમાં જોડાઈ બાપ્પાના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો.
હોસ્પિટલ પરિસરમાં યોજાયેલી આરતી દરમિયાન દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલના સ્ટાફે ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાની આરતી કરી હતી. દર્દીઓના ચહેરા પર ભક્તિ અને આનંદ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે સૌના સારા સ્વાસ્થ્ય, વહેલી તકે સ્વસ્થતા અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખાસ કરીને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ પોતાના પરિવાર સાથે ખુશીથી પરત ફરે તેવી ભાવના સાથે બાપ્પાને પ્રાર્થના કરવામાં આવી.
હોસ્પિટલમાં ધાર્મિક વાતાવરણ સર્જાતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં પણ સકારાત્મક ઉર્જાનો અનુભવ થયો હતો. “શ્રીજી સૌનું આરોગ્ય સારું રાખે અને દરેક પરિવારને સુખ-શાંતિ આપે” તેવી પ્રાર્થના સાથે ગણપતિ બાપ્પાની આરતી સંપન્ન થઈ હતી.
What's Your Reaction?
Like
3
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1