મોરબીની ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલમાં સંસ્કૃત કક્ષનું લોકાર્પણ:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી બન્યો, વિદ્યાર્થીઓને મળશે લાભ

Sep 19, 2026 - 02:29
 0  0
મોરબીની ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલમાં સંસ્કૃત કક્ષનું લોકાર્પણ:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી બન્યો, વિદ્યાર્થીઓને મળશે લાભ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના આર્થિક અનુદાનથી મોરબીની ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલમાં 'સંસ્કૃત કક્ષ યોજના' હેઠળ નવા સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન ગઈકાલે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થયું હતું. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રસાર માટે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા, શાળાના આચાર્ય ભદ્રસિંહ વાઘેલા, એસ.એમ.ડી.સી.ના સભ્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતાએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની આ પહેલ અને સંસ્કૃત કક્ષના આયોજનની પ્રશંસા કરી. તેમણે આશા વ્યક્ત કરી કે શાળાના વધુ વિદ્યાર્થીઓ આ કક્ષનો લાભ લઈને સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાશે. ઉદ્ઘાટન પછી અતિથિઓ, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ નવા કક્ષની મુલાકાત લીધી. તેમણે સંસ્કૃત ભાષાના સાહિત્ય અને વારસાને નજીકથી જોવાની તક મેળવી. શાળાના સંસ્કૃત શિક્ષક ધવલભાઈ ખાંડેકાએ જણાવ્યું કે, આગામી સમયમાં આ સંસ્કૃત કક્ષનો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વધુ ઉપયોગ થશે. ઉપરાંત, સંસ્કૃત ભાષાના વિકાસ માટે શાળા દ્વારા અલગ અલગ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરાશે. આ સંસ્કૃત કક્ષને તૈયાર કરવામાં સંસ્કૃત શિક્ષક ધવલભાઈ ખાંડેકા અને જયશ્રીબેન ચિકાણીએ ઘણી મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો આભાર માન્યો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0