અમરેલી જિલ્લાના લાઠી સહિતના પંથકમાં ધોધમાર વરસાદ:લીલીયા, સાવરકુંડલા, વડિયા અને જાફરાબાદમાં વરસાદ; ખેતીપાકને ફાયદાથી ખેડૂતોમાં ખુશી
અમરેલી જિલ્લામાં આજે લાઠી, લીલીયા, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ચોમાસાના અંતિમ તબક્કામાં વરસાદની વધુ જરૂરિયાત હોવાથી ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. લાઠી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા. લાઠીના દામનગર, ઠાંસા, દુધાળા અને અકાળા સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેથી નદીઓ અને ચેકડેમ ફરી પાણીથી ભરાઈ ગયા છે. લીલીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. લીલીયાના એક્લેરા, નાના રાજકોટ, હાથીગઢ, સાજણટીબા, પીપળવાઘણીયા અને પૂજાપાદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ પંથકમાં વરસાદી ઝાપટાં સાથે ધોધમાર વરસાદ હતો. જાફરાબાદ શહેર અને મીતીયાળા, બાબરકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. અમરેલી તાલુકાના દેવળીયા સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા સાથે સારો વરસાદ પડ્યો હતો. વડિયા શહેર અને આસપાસના ગામડાઓમાં પણ સારો વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0