પાટણ રામાપીર મંદિરે ભાદરવી બીજ મહોત્સવ શરૂ:રેલ્વે સ્ટેશન સ્થિત મંદિરે નેજા ચઢાવાયા, હવન અને શોભાયાત્રાનું પણ આયોજન

Sep 20, 2026 - 05:30
 0  2
પાટણ રામાપીર મંદિરે ભાદરવી બીજ મહોત્સવ શરૂ:રેલ્વે સ્ટેશન સ્થિત મંદિરે નેજા ચઢાવાયા, હવન અને શોભાયાત્રાનું પણ આયોજન
પાટણ રેલ્વે સ્ટેશન સ્થિત શ્રી રામાપીર મંદિરે ભાદરવી બીજ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક અને માંગલિક અનુષ્ઠાનો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આજે રવિવારે સવારે ૯:૧૫ કલાકે રામાપીરના જુના સ્થાનકેથી નવા મંદિર સુધી નેજા લાવી ભક્તિભાવપૂર્વક ચઢાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મંદિર પરિસરમાં રામાપીરની ભવ્ય આરતી કરવામાં આવી હતી, જેમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મહોત્સવના ભાગરૂપે ૨૧ જૂન, ૨૦૨૭ ને સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે પવિત્ર હવનનું આયોજન કરાયું છે. જ્યારે મહોત્સવનું મુખ્ય આકર્ષણ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬, મંગળવારના રોજ બપોરે ૨:૧૫ કલાકે નીકળનારી ભવ્ય શોભાયાત્રા રહેશે. આ શોભાયાત્રા મંદિરથી શરૂ થઈ બગવાડા દરવાજા, હિંગળાચાચર, દોશીવટ બજાર, સોનીવાડો, જુનાગંજ, સુભાષચોક, આનંદ સરોવર અને રેલ્વેનાળા થઈને ફરી નીજ મંદિરે પરત ફરશે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ઠાકોર મંગુબેન અને સોમાજી મનસુખજી દ્વારા તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0