મુક્તિધામ સોસાયટીમાં ગણપતિદાદાનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન:ન્યુ સમા રોડ પર સાત દિવસના ઉત્સવ બાદ મૂર્તિનું વિસર્જન કરાયું

Sep 21, 2026 - 13:29
 0  1
મુક્તિધામ સોસાયટીમાં ગણપતિદાદાનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન:ન્યુ સમા રોડ પર સાત દિવસના ઉત્સવ બાદ મૂર્તિનું વિસર્જન કરાયું
આજરોજ તારીખ 20/09/2026, રવિવારના રોજ શ્રી મુક્તિધામ સોસાયટી, ન્યુ સમા રોડ પર ગણપતિદાદાનું વિસર્જન કરવામાં આવ્યું. સાત દિવસ સુધી દાદાને રાખ્યા બાદ આ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું પૂરા સન્માન સાથે વિસર્જન કરાયું. સાત દિવસના ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં ગાયત્રી યજ્ઞ, સુંદરકાંડ પાઠ, બાળકો માટે રમત ગમત અને બહેનો દ્વારા 56 ભોગ કાર્યક્રમનો સમાવેશ થાય છે. સોસાયટીના તમામ સભ્યોએ આ કાર્યક્રમોમાં ખૂબ ઉત્સાહ અને ભાવથી ભાગ લીધો હતો. આ પ્રસંગે કુલ ચાર જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં એટલો ઉત્સાહ હતો કે આવતા વર્ષ માટે પણ મૂર્તિના દાતાઓ તૈયાર થઈ ગયા છે. આ તમામ કાર્યક્રમો શ્રી રિતેશ પ્રજાપતિ, ગોરધનભાઈ, સોસાયટીના યુવા મિત્રો, સીનિયર સિટીઝનો અને લવલી લેડીઝના સહયોગથી સફળ થયા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0