વેરાવળમાં રામદેવજી મહારાજની જન્મજયંતીએ ખારવા સમાજની ભવ્ય શોભાયાત્રા:દરિયાકાંઠે રામદેવપીર મંદિરે ધ્વજારોહણ કરી માછીમારીની સીઝન સારી જાય તેવી પ્રાર્થના કરી

Sep 21, 2026 - 13:29
 0  1
વેરાવળમાં રામદેવજી મહારાજની જન્મજયંતીએ ખારવા સમાજની ભવ્ય શોભાયાત્રા:દરિયાકાંઠે રામદેવપીર મંદિરે ધ્વજારોહણ કરી માછીમારીની સીઝન સારી જાય તેવી પ્રાર્થના કરી
ખારવા સમાજના ઇષ્ટદેવ અને હિન્દુ ધર્મના આરાધ્યદેવ રામદેવજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વેરાવળ શહેરમાં ખારવા સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલા કામનાથ મંદિર ખાતે પૂજા-અર્ચના બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના અધ્યક્ષ લખમભાઈ ભેંસલા, પટેલ દામજીભાઈ ફોફંડી, પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, લોધી સમાજના પટેલ કનેયાલાલ દોરીયા, સંજય કુહાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શોભાયાત્રા પૂજા-અર્ચના બાદ આગેવાનોની આગેવાનીમાં નીકળેલી શોભાયાત્રા ગાંધીચોક, સુભાષ રોડ, સટ્ટાબજાર, ગૌરવપથ રોડ, ટાવર ચોક અને રાજેન્દ્રભુવન રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરિયાકાંઠે જાલેશ્વર ખાતે આવેલા રામદેવપીર મંદિરે પહોંચી હતી. ડીજેના તાલે ઝૂમ્યા શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં ખારવા સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા. ડીજેના તાલે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે રસ્તાઓ પર ગુલાલની છોળો ઉડાવી રામદેવજી મહારાજ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી. શોભાયાત્રાને કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ધ્વજારોહણ કરી માછીમારોની સલામતી માટે પ્રાર્થના દરિયાકાંઠે આવેલા રામદેવપીર મંદિરે પહોંચ્યા બાદ સમાજના આગેવાનોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે માછીમારીની સીઝન સારી જાય, દરિયામાં જતા માછીમારો સલામત રહે અને ખારવા સમાજના પરિવારો સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વિવિધ સમાજો અને સંસ્થાઓએ કર્યું સ્વાગત શોભાયાત્રાનું શહેરમાં વિવિધ સ્થળોએ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પરસ્પર ભાઈચારા અને ધાર્મિક સૌહાર્દના વાતાવરણ વચ્ચે રામદેવજી મહારાજની જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0