પોરબંદરના ભાવપરામાંથી ₹3.80 લાખનો દારૂ ઝડપાયો:પોલીસે બે આરોપીને પકડ્યા, એક ફરાર; સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત કરાઈ

Sep 21, 2026 - 13:29
 0  1
પોરબંદરના ભાવપરામાંથી ₹3.80 લાખનો દારૂ ઝડપાયો:પોલીસે બે આરોપીને પકડ્યા, એક ફરાર; સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત કરાઈ
પોરબંદરના ભાવપરા ગામ નજીકથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલ.સી.બી.ની ટીમે રૂ. 3.80 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડ્યા છે. પોરબંદર એલ.સી.બી.ની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીના આધારે મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરાઈ હતી. પોલીસે સવદાસ ઉર્ફે એસ.કે. કારાભાઈ ગોઢાણીયા (ઉં.વ. 27) અને અરજન ગીગાભાઈ મોઢવાડિયા (ઉં.વ. 39) નામના બે શખ્સોને પકડી પાડ્યા હતા. ભાવપરા ગામના સ્મશાન તરફથી આવતા રસ્તે પોલીસે એક સ્વીફ્ટ ડિઝાયર કારને રોકી હતી. કારની તપાસ કરતા તેમાંથી 750 એમએલની 117 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂ. 80,262 છે. પોલીસે રૂ. 3 લાખની કાર સહિત કુલ રૂ. 3,80,262નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો વિંઝરાણા ગામના પાટિયા પાસે રહેતા નારણ દેવાભાઈ કોડીયાતર પાસેથી લાવવામાં આવ્યો હતો. નારણ દેવાભાઈ કોડીયાતર હાલ ફરાર છે. પોલીસે આ મામલે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. દારૂના જથ્થાના સ્ત્રોત સહિતના મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0