નરોડા કોલેજમાં ડિજિટલ માર્કેટિંગ પર વ્યાખ્યાન યોજાયું:પૂને ઇન્સ્ટિટ્યૂટ સાથે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કારકિર્દીની તકો વિશે માહિતી અપાઈ

Sep 24, 2026 - 05:44
 0  0
નરોડા કોલેજમાં ડિજિટલ માર્કેટિંગ પર વ્યાખ્યાન યોજાયું:પૂને ઇન્સ્ટિટ્યૂટ સાથે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કારકિર્દીની તકો વિશે માહિતી અપાઈ
શ્રીમતી એ. પી. પટેલ આર્ટસ એન્ડ સ્વ. શ્રી એન. પી. પટેલ કોમર્સ કોલેજ, નરોડા અને પૂને ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના સહયોગથી એક સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. કોમર્સ વિભાગ દ્વારા "ડિજિટલ માર્કેટિંગ" વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડિજિટલ માર્કેટિંગના આધુનિક ક્ષેત્રથી પરિચિત કરાવવાનો હતો. આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓને બદલાતા વ્યવસાયિક માહોલમાં ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની તકો, જરૂરી કૌશલ્યો અને રોજગારની સંભાવનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિષય નિષ્ણાત તરીકે ભવાનીસિંહ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ડિજિટલ માર્કેટિંગના અલગ-અલગ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપી. ખાસ કરીને સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિજિટલ પ્લેટફોર્મનો વ્યવસાયિક ઉપયોગ, ઓનલાઈન બ્રાન્ડ પ્રમોશન અને ગ્રાહક સાથે ડિજિટલ માધ્યમથી વાતચીત કરવા વિશે સમજાવ્યું. ભવાનીસિંહે ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે પણ માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે આજના સમયમાં ઉદ્યોગ-વ્યવસાયમાં ડિજિટલ કૌશલ્યોનું મહત્વ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓને જરૂરી કૌશલ્યો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરાયા. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવહારુ જ્ઞાન અને નવી ટેક્નોલોજી આધારિત કૌશલ્યો વિકસાવવાથી ભવિષ્યમાં રોજગાર અને સ્વરોજગારની તકો મળી શકે છે તે અંગે પણ માર્ગદર્શન અપાયું. વિદ્યાર્થીઓએ વિષયને લગતા ઘણા પ્રશ્નો પૂછ્યા, જેના નિષ્ણાત દ્વારા સંતોષકારક જવાબો અપાયા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર આર. જી. નિસરતાએ કર્યું હતું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ પ્રજાપતિ, અધ્યાપક મિત્રો અને બી.કોમ.ના કુલ 72 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ડિજિટલ માર્કેટિંગ જેવા આધુનિક અને રોજગારલક્ષી ક્ષેત્ર વિશે ઉપયોગી માહિતી મેળવી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0