ગણપતિ આરતીમાં SIS મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ પિલ્લાઈનું સન્માન:કુબેરનગરના શ્રી તુલજા ભવાની નવ યુવક મિત્ર મંડળ દ્વારા કરાયું સન્માન

Sep 24, 2026 - 05:44
 0  2
ગણપતિ આરતીમાં SIS મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ પિલ્લાઈનું સન્માન:કુબેરનગરના શ્રી તુલજા ભવાની નવ યુવક મિત્ર મંડળ દ્વારા કરાયું સન્માન
અમદાવાદના કુબેરનગર ખાતે શ્રી તુલજા ભવાની નવ યુવક મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાની આરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાઉથ ઇન્ટરડિસિપ્લિનરી સ્કૂલ (SIS), નરોડાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ પિલ્લાઈને ખાસ આમંત્રણ અપાયું હતું. પ્રવીણ પિલ્લાઈએ ગણપતિ બાપાની આરતીમાં હાજર રહી ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા અને આરતીનો લાભ લીધો. આ સમયે મંડળના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું અને શાલ તથા પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કર્યું. મંડળના સભ્યોએ જણાવ્યું કે પ્રવીણ પિલ્લાઈ હંમેશાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. તેમની હાજરીથી કાર્યક્રમ વધુ સારો બન્યો હતો. આ પ્રસંગે મંડળના તમામ કાર્યકરો, સભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિપૂર્ણ વાતાવરણમાં પૂરો થયો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0