અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ:ખાંભા, ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના પંથકમાં ધોધમાર વરસાદથી ખેતી પાકને જીવનદાન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Sep 10, 2026 - 09:43
 0  0
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ:ખાંભા, ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના પંથકમાં ધોધમાર વરસાદથી ખેતી પાકને જીવનદાન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભા, ધારી ગીર અને સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતિત હતા, ત્યારે આ વરસાદથી ખેડૂતોને થોડી રાહત મળી છે. ખાંભા ગીરના ઇંગોરાળા, અનિડા અને મોટા સમઢિયાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે ધારી ગીરના વિરપુર અને ગઢીયા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સાવરકુંડલા પંથકના જુના સાવર, ભમોદ્રા, ફિફાદ, ઘોબા, પીપરડી, વીજપડી અને ખડસલી ગામોમાં તેમજ લીલીયા તાલુકાના ઢાંગલા, ખારા, એકલેરા, સનાળીયા, નાના લીલીયા, લોકા, ટીંબડી અને ક્રાકચ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભમોદ્રા અને શેલણા સહિત જેસર પંથકના ગામોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીર પંથકમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઇંગોરાળા અને અનિડા ગામના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. આ વરસાદથી મુરઝાતા કપાસ અને મગફળી સહિતના પાકને નવજીવન મળ્યું છે. અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોને ખેતીના પાક માટે ઘણી રાહત મળી છે. તેમજ હજુ પણ વધુ સારા વરસાદની આશા જાગી છે. રાજુલાના મોટા આગરીયામાં ચેકડેમ અને નદીઓમાં નવા નીર આવ્યા હતા, જેનો લાભ ખેડૂતોને મળશે. વિવિધ સ્થળે રોડ રસ્તાઓ અને ખેડૂતોના ખેતરો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0