રાજપીપળામાં બાયપાસ રોડ બનાવવાની કવાયત‎શરૂ:કેવડિયા તરફ જતાં વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા વકરતાં સ્થાનિકોને ભારે હાલાકી

Sep 10, 2026 - 23:05
 0  0
રાજપીપળામાં બાયપાસ રોડ બનાવવાની કવાયત‎શરૂ:કેવડિયા તરફ જતાં વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા વકરતાં સ્થાનિકોને ભારે હાલાકી
રાજપીપળા નજીક આવેલાં કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સ્થાપના બાદ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં વાહનો રાજપીપળા શહેરમાંથી પસાર થતાં હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજપીપળા બાયપાસ રોડ બનાવવામાં આવશે. 5 વર્ષ પહેલાં આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હવે અંદાજે 6 કિમીના સૂચિત માર્ગ માટે જમીન સંપાદિત કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજપીપળામાં ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા માટે 5 વર્ષ પહેલાં આ રસ્તાને સરકારે મંજૂરી આપી હતી. તે સમયે રાજપીપળાથી કેવડિયા સુધી 6.36 કિમી લાંબો બાયપાસ રોડ બનશે. તે ભદામ-ચિત્રાવાડી વચ્ચેથી સીધો વડીયા વાવડી મુખ્ય કેનાલની બાજુથી નીકળશે. તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતસરકારના મહેસૂલ વિભાગ તરફથી નર્મદા જિલ્લાના રાજપીપળા બાયપાસ રોડ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનઃવસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ, 2013 હેઠળ કાયદેસર રીતે હાથ ધરાશે. રાજપીપળા બાયપાસ રોડના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની ગતિ વધારવા કાયદાની કલમ 10A હેઠળ સામાન્ય જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે. જમીનમાલિકો માટે જાણવું જરૂરીઃ શું કરવું?‎ પ્રોજેક્ટથી લોકોને શું મળશે કાયમી સમસ્યાઓ પૈકી ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે, રાજપીપળા બાયપાસ રોડ બનવાથી શહેરની અંદરનો ભારે વાહનવ્યવહાર બહાર નીકળી જશે. અકસ્માતોની સંખ્યા ઘટશે. મુસાફરીનો સમય બચશે. સરકાર આ પ્રોજેક્ટને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા માંગે છે. લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. જમીન સંપાદન અધિનિયમ 2013 હેઠળ મળતાં અધિકારો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0