કુંભારપરામાં રહેણાંક મકાનમાંથી તીનપતીનો જુગાર ઝડપાયો:11 જુગારીઓ રૂ 47,500ના મુદ્દામાલ સાથે પકડાયા
સુરેન્દ્રનગરના કુંભારપરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી તીનપતીનો જુગાર ઝડપાયો છે. સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી 11 જુગારીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ 47,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જુગાર અને દારૂબંધીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. આ આદેશના પાલનમાં સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એચ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી. જેબલીયા અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ જયંતીભાઈ અને કલ્પેશભાઈ કનૈયાલાલને બાતમી મળી હતી. આ બાતમીના આધારે કુંભારપરાની શેરી નંબર 2માં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો. પોલીસના કહેવા મુજબ, આરોપી વિશાલભાઈ દિલીપભાઈ ડેડાણીયાએ અન્ય લોકોને બોલાવી ગંજીપાનાથી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 11 લોકોને પકડ્યા હતા. તેમની પાસેથી 22,500 રૂપિયા રોકડા, 25,000 રૂપિયાની કિંમતના 5 મોબાઇલ ફોન અને 2 ગુડદી પાસા મળી કુલ 47,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ મામલે સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં વિશાલભાઈ દિલીપભાઈ ડેડાણીયા (ઉં.વ. 28), આર્યનભાઈ નીરૂભાઈ પરમાર (ઉં.વ. 21), સંજયભાઈ અજુભાઈ ડેડાણીયા (ઉં.વ. 35), ભાવેશભાઈ નીરૂભાઈ પરમાર (ઉં.વ. 24), નિલેશભાઈ પ્રેમજીભાઈ જાડા (ઉં.વ. 39), અર્જુનભાઈ વિનુભાઈ સીહોરા (ઉં.વ. 22), હરીભાઈ રમેશભાઈ જાડા (ઉં.વ. 22), ધનશ્યામભાઈ વિનુભાઈ સિહોરા (ઉં.વ. 24), શૈલેષભાઈ બાબુભાઈ દુધરેજીયા (ઉં.વ. 34), રામાભાઈ ઉર્ફે કાનો રાણાભાઈ ગમારા (ઉં.વ. 30) અને શનિભાઈ વિનુભાઈ સીહોરા (ઉં.વ. 26)નો સમાવેશ થાય છે. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 22,500 રૂપિયા રોકડા, 25,000 રૂપિયાની કિંમતના 5 મોબાઇલ ફોન અને 2 ગુડદી પાસાનો સમાવેશ થાય છે. કુલ 47,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0