બોટાદના જૈન દેરાસરોમાં પર્યુષણ પર્વ નિમિત્તે આંગી રચના:પ્રભુના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા, સંવત્સરી પર્વનું પણ મહત્વ

Sep 15, 2026 - 07:47
 0  2
બોટાદના જૈન દેરાસરોમાં પર્યુષણ પર્વ નિમિત્તે આંગી રચના:પ્રભુના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા, સંવત્સરી પર્વનું પણ મહત્વ
બોટાદ શહેરના જુદા જુદા જૈન દેરાસરોમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ભગવાનની સુંદર આંગી રચવામાં આવી હતી. આ આંગી મંડળની બહેનો અને ભાઈઓએ તૈયાર કરી હતી. ભગવાનના દિવ્ય આંગીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ દર્શન અને વંદન કરીને ધન્યતા અનુભવી હતી. જૈન ધર્મના પર્યુષણ મહાપર્વનો અંતિમ દિવસ સંવત્સરી તરીકે ઓળખાય છે. આ દિવસ જૈનો માટે ખૂબ મહત્વનો છે. બોટાદના જૈન ઉપાશ્રયમાં ગુરુ ભગવાને બાલસા સૂત્ર સંભળાવ્યું હતું. આ દિવસે વર્ષ દરમિયાન મન, વચન કે કાયાથી જાણતા-અજાણતા કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તેની ક્ષમા માંગવામાં આવે છે. આથી આ દિવસને ક્ષમાપના મહાપર્વ પણ કહેવાય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0