સાવકા બાપે સગીર પુત્રી પર 2 મહિના સુધી દુષ્કર્મ આચર્યું:શિક્ષિકા પત્નીએ રૂમમાં મોબાઈલ કેમેરો ગોઠવી પતિની કરતૂત કેદ કરી, અમદાવાદ પોલીસને પુરાવો આપી ફરિયાદ નોંધાવી

Sep 3, 2026 - 00:17
 0  2
સાવકા બાપે સગીર પુત્રી પર 2 મહિના સુધી દુષ્કર્મ આચર્યું:શિક્ષિકા પત્નીએ રૂમમાં મોબાઈલ કેમેરો ગોઠવી પતિની કરતૂત કેદ કરી, અમદાવાદ પોલીસને પુરાવો આપી ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પવિત્ર સંબંધોને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સાવકા પિતાએ પોતાની જ 17 વર્ષીય સગીર દીકરી સાથે છેલ્લા બે મહિનાથી સતત દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત સામે આવી છે. સગીરાની માતા વ્યવસાયે શિક્ષિકા હોવાથી સવારે નોકરી પર જતી રહેતી હતી, જેનો ગેરલાભ ઉઠાવીને ઘરમાં એકલતાનો લાભ લઈ અંજામ આપતો હતો. આ મામલાની ખબર પડતા શિક્ષિકા માતાએ ઘરમાં છૂપી રીતે મોબાઈલ વીડિયો રેકોર્ડિંગ ચાલુ રાખીને પુરાવા ઝડપી લીધા હતા. આ પુરાવા સાથે માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. માતાની ગેરહાજરીમાં સાવકા પિતાની વિકૃત હરકતો ચાંદખેડા વિસ્તારમાં રહેતી આ સગીરાની માતાના લગ્ન વર્ષ 2017માં આરોપી સાથે થયા હતા, જે એક કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી આરોપીની દાનત બગડી હતી અને તે ઘરમાં સગીરા સાથે અયોગ્ય શારીરિક અડપલાં કરતો હતો. સગીરાની માતા સવારે નિયમિત શાળાએ જતી હોવાથી આરોપી ઘરમાં એકલી રહેલી નિર્દોષ દીકરીની લાચારીનો ગેરલાભ ઉઠાવીને છેલ્લા બે મહિનાથી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. સગીરાએ માસી સમક્ષ હિંમતપૂર્વક આપવીતી વર્ણવી ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર સાવકા પિતાના ડર અને પારિવારિક સંકોચના કારણે સગીરા શરૂઆતમાં કોઈને કંઈ કહી શકી નહોતી. જોકે, આરોપીનો ત્રાસ અને અત્યાચાર દિવસેને દિવસે અસહ્ય બનતાં આખરે સગીરાએ હિંમત ભેગી કરીને સમગ્ર કાળી કરતૂતોની જાણ પોતાની માસીને કરી હતી. માસી દ્વારા પરિવારને જાણ કરવામાં આવતાં ઘરમાં ભારે આઘાતનું મોજું ફરી વળ્યું હતું અને પરિવારે પોતાની વહાલસોયી દીકરીને ન્યાય અપાવવાનો દ્રઢ નિર્ણય લીધો હતો. માતાએ છૂપો કેમેરો ગોઠવી નરાધમની કરતૂતો રેકોર્ડ કરી પોલીસ ફરિયાદ કરતાં પહેલાં મજબૂત પુરાવા મેળવવા માટે શિક્ષિકા માતાએ અનોખી યુક્તિ અજમાવી હતી. માતાએ સવારે ઘરેથી નીકળતાં પહેલાં રૂમમાં મોબાઈલ ફોનનું વીડિયો રેકોર્ડિંગ ઓન કરીને છૂપી જગ્યાએ ગોઠવી દીધું હતું. માતા સ્કૂલે ગયા બાદ આરોપીએ સગીરા સાથે કરેલી હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. માતાએ આ ડિજિટલ પુરાવા હાથમાં આવતાં જ સીધો ચાંદખેડા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ માતા દ્વારા રજૂ કરાયેલા અકાટ્ય પુરાવા અને લેખિત ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને આરોપી સાવકા પિતાની અટકાયત કરી લીધી હતી. હાલમાં પોલીસે પીડિત સગીરાનું મેડિકલ પરીક્ષણ અને મજિસ્ટ્રેટ સમક્ષ કલમ મુજબ નિવેદન નોંધવાની કાનૂની તજવીજ હાથ ધરી છે. આરોપીએ અગાઉ કેટલી વાર આ પ્રકારનું કુકર્મ આચર્યું છે અને માનસિક ત્રાસ આપ્યો છે તે તમામ મુદ્દાઓને સાંકળીને પોલીસ દ્વારા કડક ચાર્જશીટ રજૂ કરવા તપાસ તેજ કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0