રહીશોને અવરજવરમાં મુશ્કેલી:પાલનપુર માર્કેટયાર્ડથી બનાસ ડેરીને જોડતાં 2 કિમીના માર્ગ પર 10થી વધુ જોખમી ખાડા

Sep 15, 2026 - 22:15
 0  1
રહીશોને અવરજવરમાં મુશ્કેલી:પાલનપુર માર્કેટયાર્ડથી બનાસ ડેરીને જોડતાં 2 કિમીના માર્ગ પર 10થી વધુ જોખમી ખાડા
પાલનપુર શહેરમાં માર્કેટયાર્ડથી બનાસડેરીને સાંકળતા મહત્વના માર્ગની હાલત બિસમાર બની છે. માર્ગ ઉપર 10થી વધુ નાના-મોટા ખાડા પડતાં રોજેરોજ અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ આસપાસ 50થી વધુ સોસાયટીઓ આવેલી છે તેમજ બે શૈક્ષણિક સંસ્થાઓ પણ હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક રહીશોની અવરજવર સતત રહે છે. વાહનચાલકો ખાડા ટાળવા માટે અચાનક વાહનનો વળાંક લેતા હોવાથી પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત થવાની ભીતિ રહે છે. ખાસ કરીને સવારે અને સાંજે ટ્રાફિકના સમયે સ્થિતિ વધુ જોખમી બને છે. વરસાદના કારણે માર્ગ પરના ખાડાઓમાં પાણી ભરાઈ જતાં તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી. જેના કારણે બાઇકચાલકો અને સ્કૂલવાન સહિતના વાહનોને વધુ નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે હાલમાં નાના દેખાતા ખાડા વરસાદ બાદ વધુ મોટા બની શકે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાહનોના ટાયરને નુકસાન થાય છે સ્કૂલવાન ચાલક મગનભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે સ્કૂલવાન સહિતના વાહનો સતત આ માર્ગ પરથી પસાર થાય છે. ખાડામાં વાહન પડતાં ટાયર અને અન્ય પાર્ટ્સને નુકસાન થઈ રહ્યું છે. માર્ગનું સમારકામ થવું જોઈએ. ખાડા ટાળવા અચાનક વળાંક લેવો પડે છે સુરેખાબેન ચૌધરીએ જણાવ્યું કે માર્ગ પર પડેલા ખાડા ટાળવા માટે વાહનચાલકોને અચાનક વળાંક લેવો પડે છે. પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત થવાની સતત ભીતિ રહે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0