વલસાડમાં AF અને RK ગરબા ક્લાસના ગણપતિનું વિસર્જન:અઢી દિવસની ભક્તિભાવપૂર્ણ પૂજા બાદ શોભાયાત્રા સાથે વિદાય અપાઈ, ભક્તો ભાવુક થયા

Sep 17, 2026 - 00:41
 0  0
વલસાડમાં AF અને RK ગરબા ક્લાસના ગણપતિનું વિસર્જન:અઢી દિવસની ભક્તિભાવપૂર્ણ પૂજા બાદ શોભાયાત્રા સાથે વિદાય અપાઈ, ભક્તો ભાવુક થયા
વલસાડમાં AF અને RK ગરબા ક્લાસ દ્વારા સ્થાપિત ગણપતિજીનું અઢી દિવસની ભક્તિભાવપૂર્ણ પૂજા-અર્ચના બાદ વિસર્જન કરવામાં આવ્યું. ગણેશ મહોત્સવ દરમિયાન બંને ગરબા ક્લાસના સભ્યો અને પરિવારજનોએ બાપ્પાની આરતી, પૂજા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અઢી દિવસની આરાધના પૂરી થયા બાદ વિસર્જનના દિવસે ગણપતિજીની ખાસ આરતી કરવામાં આવી. ત્યાર પછી AF અને RK ગરબા ક્લાસના ગણપતિજીને ભક્તો શોભાયાત્રા કાઢીને વિસર્જન સ્થળે લઈ ગયા. ઢોલ-નગારાના તાલે અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિસર્જન યાત્રામાં ગરબા ક્લાસ સાથે જોડાયેલા સભ્યો, બાળકો, યુવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં સામેલ થયા હતા. ભક્તોએ બાપ્પાની ભક્તિ સાથે ગરબા રમીને અને જયઘોષ કરીને ગણપતિજીને ભાવભીની વિદાય આપી. ગણપતિ બાપ્પાના વિસર્જન સમયે ભક્તોમાં ઉત્સાહની સાથે ભાવુકતા પણ જોવા મળી હતી. AF અને RK ગરબા ક્લાસ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન માત્ર ધાર્મિક આસ્થા પૂરતું જ નહીં, પરંતુ સૌને એકસાથે જોડવાનો સારો પ્રયાસ બન્યો હતો. અઢી દિવસ દરમિયાન બંને ક્લાસના સભ્યોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ગણપતિજીને વિદાય આપતી વખતે સૌએ આવતા વર્ષે ફરીથી બાપ્પા પધારે તેવી પ્રાર્થના કરી હતી. વિસર્જન પ્રસંગે ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે ગણપતિજીને શ્રદ્ધાપૂર્વક વિદાય અપાઈ. બાપ્પાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી રહે તેવી ભાવના સાથે AF અને RK ગરબા ક્લાસના ગણેશ મહોત્સવનું અઢી દિવસ બાદ વિસર્જન સાથે સમાપન થયું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0