વૃંદાવન-6 બંગ્લોઝમાં ગ્રીન ગણેશોત્સવનો ત્રીજો દિવસ ઉજવાયો:સભ્યોએ લીલા ડ્રેસ કોડમાં રીલ બનાવી, બાળકોએ ગણેશ ચક્ર બનાવ્યું

Sep 17, 2026 - 00:41
 0  1
વૃંદાવન-6 બંગ્લોઝમાં ગ્રીન ગણેશોત્સવનો ત્રીજો દિવસ ઉજવાયો:સભ્યોએ લીલા ડ્રેસ કોડમાં રીલ બનાવી, બાળકોએ ગણેશ ચક્ર બનાવ્યું
વૃંદાવન-6 બંગ્લોઝ, સોલા ભાગવત ખાતે 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ ગ્રીન ગણેશોત્સવનો ત્રીજો દિવસ ઉજવાયો. સોસાયટી ગાર્ડન પાસે આયોજિત આ ઉત્સવમાં બધા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો. આજે પણ વરસાદે વિરામ લીધો હતો. આ દિવસે સવારે 8:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે ગણેશ આરતી કરવામાં આવી. રાત્રે 10:00 કલાકે હનુમાન ચાલીસા અને સત્યનારાયણની કથાનો પાઠ પણ યોજાયો. ગ્રીન ગણેશોત્સવની થીમ આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી હતી. સોસાયટીના બધા સભ્યો લીલા રંગના ડ્રેસ કોડમાં સજ્જ હતા. મહિલા સભ્યોએ સાથે મળીને રીલ પણ બનાવી હતી. મહિલાઓ અને બાળકોએ ગણેશ ભગવાન અને પરિસરની સજાવટ કરી હતી. બાળકોએ મોટર અને કલરફુલ પેપર ડીશનો ઉપયોગ કરીને ગોળ ફરતું ગણેશ ચક્ર જાતે બનાવ્યું હતું. સોસાયટીના સભ્યો દ્વારા લાઇટિંગનું પણ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આવતા વર્ષે પણ ગણેશોત્સવની તૈયારી માટે નાના મોટા દરેક બાળકોને પ્રોત્સાહન આપવામાં આવશે. ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે સાંજે સોસાયટીમાં જમણવારનું આયોજન કરવાનું પણ સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0