70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનના આયુષ્યમાન કાર્ડ બનતા નથી:ટેકનિકલ ખામીને કારણે આવકનો દાખલો મંગાય છે, ધરમધક્કા ખાવા પડે છે

Sep 21, 2026 - 13:29
 0  2
70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનના આયુષ્યમાન કાર્ડ બનતા નથી:ટેકનિકલ ખામીને કારણે આવકનો દાખલો મંગાય છે, ધરમધક્કા ખાવા પડે છે
70 વર્ષથી વધુ ઉંમરના ઘણા સિનિયર સિટીઝનના આયુષ્યમાન ભારત કાર્ડ બની રહ્યા નથી. આ એવા લોકો છે જેમણે ભૂતકાળમાં મા કાર્ડ જેવા અન્ય કોઈ કાર્ડ બનાવ્યા હતા, જે હવે નિષ્ક્રિય થઈ ગયા છે. વિવિધ સેન્ટરો પર અને કસ્ટમર કેરમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે કાર્ડ બનાવવા માટે હવે આવકનો દાખલો જરૂરી છે. જોકે, કાયદાકીય રીતે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આવકના દાખલાની કોઈ જરૂર નથી. આ ટેકનિકલ ખામીને કારણે સિનિયર સિટીઝન પાસેથી આવકનો દાખલો માંગવામાં આવે છે, જે બનાવવો ખૂબ મુશ્કેલ છે. આના કારણે વૃદ્ધોને વારંવાર ધરમધક્કા ખાવા પડે છે. આ મામલે હેલ્થ ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરવું જરૂરી છે, જેથી આ સમસ્યાનો જલદી ઉકેલ લાવી શકાય.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0