સુરેન્દ્રનગરમાં 8 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:કુકડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ચોર ઝડપાયો, 6.60 લાખની 8 મોટરસાયકલ જપ્ત

Sep 21, 2026 - 13:29
 0  1
સુરેન્દ્રનગરમાં 8 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:કુકડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ચોર ઝડપાયો, 6.60 લાખની 8 મોટરસાયકલ જપ્ત
સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કુકડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેની વાડીમાંથી વધુ 7 ચોરી કરેલી મોટરસાયકલ મળી આવી હતી. પોલીસે કુલ 8 મોટરસાયકલ, જેની અંદાજિત કિંમત રૂ. 6.60 લાખ છે, કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દસ્તાવેજો ન મળતાં શંકા જતા પૂછપરછ એસ.ઓ.જી.ના કર્મચારીઓને બાતમી મળી હતી કે મુળી તરફથી એક ઈસમ ચોરીની મોટરસાયકલ લઈને સુરેન્દ્રનગર તરફ જવાનો છે. જેના આધારે પોલીસ સ્ટાફે કુકડા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની મોટરસાયકલ સાથે પસાર થતા ધ્રાંગધ્રાના રતનપર (કોંઢ) ગામના 25 વર્ષીય શક્તિ ભરતભાઈ મારૂણીયાને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે મોટરસાયકલના કાગળો અને રજીસ્ટ્રેશન અંગે પૂછતાં તેની પાસે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વિશ્વાસમાં લઈને વધુ પૂછપરછ કરતાં તેણે અન્ય 7 ચોરી કરેલી મોટરસાયકલ પોતાની વાડીમાં છુપાવી હોવાની કબૂલાત કરી હતી. 8 મોટરસાયકલની વિગત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી બાઈક ચોરીની કબૂલાત પોલીસે આરોપીને સાથે રાખીને તેની વાડીમાં તપાસ કરતાં વધુ 7 મોટરસાયકલ મળી આવી હતી. તપાસમાં આરોપીએ મોરબીના ઉંચી માંડલ ગામે કંપની નજીકથી, લીયા ગામે વચ્છરાજદાદાના મંદિર પાસેથી, સરા ગામમાંથી, સરા ગામે બાપા સીતારામની મઢુલી પાસેથી, મોરબીના આંદરણા ગામની શેરીમાંથી તેમજ વિજળીયા-ઉનવી રોડ ઉપર વાડી પાસેથી બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. અલગ-અલગ સ્થળેથી ચોરી કરાયેલી 8 મોટરસાયકલ કબજે કરાયેલી મોટરસાયકલોમાં લાલ-વાદળી પટ્ટાવાળી સ્પ્લેન્ડર, કાળા રંગની સ્પ્લેન્ડર, ગ્રે પટ્ટાવાળી સ્પ્લેન્ડર તેમજ કાળા રંગની લાલ પટ્ટાવાળી સાઇન મોટરસાયકલનો સમાવેશ થાય છે. મોટાભાગની મોટરસાયકલોના આગળ-પાછળના રજીસ્ટ્રેશન નંબર જોવા મળ્યા નહોતા. પોલીસે ચેસીસ અને એન્જિન નંબરના આધારે વાહનોની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને મુળી પોલીસને સોંપાયો સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે શક્તિકુમાર મારૂણીયાને BNSS કલમ 35(1)(ઇ) અને 106 મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે મુળી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસે કબજે કરેલી 8 મોટરસાયકલ અંગેના ચોરીના ગુનાઓની કડીઓ મેળવવા અને અન્ય કોઈ ચોરીના બનાવોમાં તેની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0