જિલ્લા યુવા અધિકારીએ નિરાંત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી:MY Bharat અંતર્ગત વડીલો સાથે સંવાદ કરી જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું

Sep 24, 2026 - 05:44
 0  0
જિલ્લા યુવા અધિકારીએ નિરાંત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી:MY Bharat અંતર્ગત વડીલો સાથે સંવાદ કરી જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું
MY Bharat અંતર્ગત ચાલી રહેલા ‘સેવા પર્વ’ કાર્યક્રમના ભાગરૂપે ગોધરાના જિલ્લા યુવા અધિકારી અભિષેક શુક્લાએ નિરાંત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમણે વૃદ્ધાશ્રમના વડીલો સાથે વાતચીત કરી. તેમણે વડીલોના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે પૂછપરછ કરી અને તેમના આશીર્વાદ લીધા. આ પ્રસંગે વડીલોને રોજિંદા ઉપયોગની જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ રીતે તેમના પ્રત્યે સન્માન અને સેવાભાવ વ્યક્ત કરાયો. અભિષેક શુક્લાએ જણાવ્યું કે, આજના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો આપણા વડીલોએ પોતાના પરિશ્રમ, ત્યાગ અને જીવનમૂલ્યોથી નાખ્યો છે. તેથી વડીલોનું સન્માન કરવું અને તેમની સંભાળ રાખવી આપણી નૈતિક જવાબદારી છે. તેમણે યુવાનોને વડીલોના જીવનના અનુભવો, જ્ઞાન અને સંસ્કારમાંથી પ્રેરણા લઈને જીવનમાં યોગ્ય દિશામાં આગળ વધવા અપીલ કરી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0