પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળાના મુખ્ય દાતાની પુણ્યતિથિએ બાળકોને વિશેષભોજન:સ્વ. નાગરદાસ ગુલાબચંદ પટેલની 41મી પુણ્યતિથિ, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો
પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એન.જી. પટેલ પ્રાથમિક શાળામાં મુખ્ય દાતા સ્વ. નાગરદાસ ગુલાબચંદ પટેલની 41મી પુણ્યતિથિ મનાવવામાં આવી. આ પ્રસંગે દાતાના પરિવાર તરફથી શાળાના 1015 બાળકોને વિશેષ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ શાળામાંથી શિક્ષણ મેળવીને ઘણા વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ પદ પર છે. શાળાનું જૂનું મકાન જર્જરિત બન્યા બાદ, ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઈ એન. પટેલે પોતાના પિતા સ્વ. શેઠ નાગરદાસ ગુલાબચંદ પટેલના નામે નવું ભવ્ય ભવન બનાવ્યું. મનસુખભાઈ પોતે પણ આ જ શાળામાં ભણ્યા હતા. પુણ્યતિથિ નિમિત્તે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ. શાળાની દીકરીઓએ અભિનય સાથે સ્વાગત પ્રાર્થના રજૂ કરી. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. દાતા પરિવાર દ્વારા સ્વ. શેઠ નાગરદાસ ગુલાબચંદ પટેલની પ્રતિમાને કુમકુમ તિલક કરીને હાર પહેરાવવામાં આવ્યો. આ પ્રસંગે બાળકોના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું. સ્વાગત પ્રાર્થના રજૂ કરનાર દીકરીઓને દાતા પરિવાર તરફથી ઇનામ આપી પ્રોત્સાહન અપાયું હતું. આ પ્રસંગે દાતા પરિવારના સભ્યો, ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઈ એન. પટેલ, પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રી અશોકકુમાર જી. પટેલ, નગરસેવક મનોજભાઈ કે. પટેલ, વહીવટી દિનેશભાઈ એસ. પટેલ, એમ.એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર, અશોકભાઈ પટેલ, ઉજ્જવલભાઈ પટેલ, જનકભાઈ જોષી, જશોદાબેન પટેલ, કારોબારી સભ્યો અને શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0