સિટી એન્કર:કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઉત્સર્જિત મિથેન પર નિરીની નજર

Sep 10, 2026 - 23:05
 0  1
સિટી એન્કર:કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઉત્સર્જિત મિથેન પર નિરીની નજર
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઉત્સર્જિત થતા મિથેન વાયુથી નાગરિકોનું આરોગ્ય સુરક્ષિત રહે એ માટે મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ તરફથી હવે મિથેન વાયુના ઉત્સર્જનની તપાસ કરવા તેમ જ પરિસરની હવાની ગુણવત્તાનો અભ્યાસ કરીને જરૂરી ઉપાયયોજના સૂચવવા રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરીંગ સંશોધન સંસ્થાની (નિરી) નિયુક્તી કરવામાં આવી છે. કાંજુર કચરા પ્રકલ્પ પરિસરમાં મિથેન ઉત્સર્જન અને દુર્ગંધની સમસ્યા પર ઉપાયયોજના કરવાની દષ્ટિએ આ અભ્યાસ મહત્વો સાબિત થશે. એના માટે મહાપાલિકા લગભગ 3 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ સંદર્ભનો પ્રસ્તાવ સ્થાયી સમિતી સમક્ષ રજૂ કરવામાં આવશે. મુંબઈમાં નિર્માણ થતા નાગરી ઘનકચરામાંથી લગભગ 90 ટકા કચરા પર કાંજુર ખાતેના પ્રકલ્પમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રકલ્પમાં દરરોજ લગભગ 6 હજાર 300 મેટ્રીક ટન કચરો નાખવામાં આવે છે. એમાંથી લગભગ એક હજાર મેટ્રીક ટન કચરા પર વિન્ડો ખાતર નિર્મિતી ટેકનોલોજી દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. બાકીના લગભગ 5 હજાર 300 મેટ્રીક ટન કચરા પર બાયોરિએક્ટર ટેકનોલોજીનો અભ્યાસ કરીને પ્રક્રિયા કરવામાં આવતી હોવાનું મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે. કાંજુર નાગરી ઘનકચરા વ્યવસ્થાપન પ્રકલ્પ બાબતે વનશક્તિ અને બીજી સંસ્થાઓએ મુંબઈ હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી છે. નિરી તરફથી પ્રકલ્પમાં મિથેન વાયુના ઉત્સર્જનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે. તેમ જ પ્રકલ્પના પરિસરમાં અને બહારની દુર્ગંધના વિવિધ સ્ત્રોતની ઓળખ, એનું સ્વરૂપ, તીવ્રતાની તપાસ કરવામાં આવશે. નિરી સંસ્થા બે વર્ષના અભ્યાસ દરમિયાન સેટેલાઈટ ફોટો, કાર્યસ્થળે મોનિટર્સ અને ડ્રોનની મદદથી મિથેનના ઉત્સર્જનનું પરીક્ષણ કરશે. એના આધારે કાંજુર પ્રકલ્પ પરિસરમાં દુર્ગંધના સ્ત્રોતની, સ્વરૂપની અને તીવ્રતાની તપાસ કરીને ઉપાયયોજનાની ભલામણ કરશે. હાઈકોર્ટ ચિંતા વ્યક્ત કરી એપ્રિલ 2026માં લોસ એન્જિલિસની યુનિવર્સિટી ઓફ પેલિપહર્નિયાને મિથેન ઉત્સર્જન બાબતે વૈશ્વિક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલમાં કાંજુર નાગરી ઘનકચરા પ્રકલ્પનો મિથેન ઉત્સર્જન કરતા મુખ્ય ઠેકાણાઓમાં વૈશ્વિક સ્તરે 12મો નંબર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મિથેન વાયુના ઉત્સર્જનના લીધે વાતાવરણમાં ઉષ્ણતા સચવાઈ રહેવામાં મદદ થાય છે અને હવામાન સાથે સંબંધિત ઘટનાઓની તીવ્રતા વધી શકે છે. એ ધ્યાનમાં લઈને મુંબઈ હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0