નર્મદા જિલ્લાના 70 શ્રેષ્ઠીનું ‘નર્મદા રત્ન એવોર્ડ’થી સન્માન:સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો-વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રમાં યોગદાન બદલ
નર્મદા જિલ્લામાં સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર લગભગ 70 શ્રેષ્ઠીઓનું ‘નર્મદા રત્ન એવોર્ડ’થી સન્માન કરાયું હતું. રાજપીપળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રતિભાઓને તેમની આગવી કામગીરી બદલ મોમેન્ટો, શાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહનો મુખ્ય હેતુ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિઓનું મનોબળ વધારવાનો હતો. નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, ડીવાયએસપી પ્રેમલ પટેલ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા, કિરણભાઈ વસાવા અને મનોજભાઈ લાલકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નર્મદા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી, લક્ષ્યમ હોન્ડા રાજપીપળા અને NMD ન્યૂઝ નેટવર્ક, નર્મદાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0