હિંમતનગરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં 70મા વન મહોત્સવની ઉજવણી:'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ, વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ
સાબરકાંઠા જિલ્લામાં 70મા વન મહોત્સવ-2026ની ઉજવણી કરાઈ. આ અંતર્ગત હિંમતનગરના હડિયોલ વિસ્તરણ રેન્જમાં આવેલા અર્બન વનકવચમાં 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંરક્ષણ તેમજ હરિયાળા ગુજરાત બનાવવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે વૃક્ષોનું જતન અને સંવર્ધન એ આપણી સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો વધુ વૃક્ષો વાવીને તેમનું યોગ્ય જતન કરવામાં આવે તો આવનારી પેઢી માટે સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ બનાવી શકાય. આ માટે સૌએ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, સહાયક વન સંરક્ષક બી.સી. ડાભી, વનક્ષેત્રપાલ દશરથભાઈ મકવાણા સહિત વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ડિફેન્સ એકેડમીના સંચાલક અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0