જામનગરમાં શીતળા સાતમનો પર્વ ભક્તિભાવથી ઉજવાયો:ભક્તોએ શીતળા માતાજીની પૂજા કરી, ટાઢું ભોજન આરોગી પરંપરા નિભાવી
જામનગર શહેરમાં આજે શીતળા સાતમનો પવિત્ર પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો. શહેરવાસીઓએ રાંધણ છઠના દિવસે બનાવેલું પરંપરાગત 'ટાઢું' એટલે કે ઠંડું ભોજન આરોગીને શીતળા સાતમની પરંપરા નિભાવી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભક્તોએ શીતળા માતાજીની પૂજા કરી. તેમણે માતાજીના દર્શન કરીને પરિવારની સુખ-શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. શીતળા સાતમને કારણે શહેરમાં વહેલી સવારથી જ ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું. મંદિરોમાં ભક્તોની અવરજવર હતી. આ પર્વની ઉજવણીને લઈને આખા જામનગરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0