દ્વારકામાં સચવાઈ રહી છે શ્રીકૃષ્ણના વંશની અનોખી વિરાસત:શ્રીકૃષ્ણ પર પીએચ.ડી. સંશોધન કરી પૂજારી ડૉ. નિર્ભયરામજીએ તૈયાર કર્યું ‘હરિવંશ વૃક્ષ’
જન્માષ્ટમી પર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મદિવસ ઉજવાશે,ત્યારે શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક અનોખી સંશોધન વિરાસત સામે આવી છે. પૂજારી ડૉ. નિર્ભયરામજીએ ભગવાન શ્રીકૃષ્ણ વિષય પર પીએચ.ડી. કરી હતી. આ સંશોધન દરમિયાન તેમણે શ્રીકૃષ્ણના વંશ અને પરિવારની વિસ્તૃત માહિતી રજૂ કરતું વિશાળ ‘હરિવંશ વૃક્ષ’ તૈયાર કર્યું હતું. ‘આંબો’ નામથી ઓળખાય છે હરિવંશ વૃક્ષ
શ્રીકૃષ્ણના વંશ અને પરિવારની કડી દર્શાવતી આ રચનાને દ્વારકા પંથકમાં લોકો પ્રેમથી ‘આંબો’ કહીને ઓળખે છે. નામ ભલે વૃક્ષ સાથે જોડાયેલું હોય, પરંતુ તેની અંદર ભગવાન શ્રીકૃષ્ણના પરિવાર, વંશ અને સંબંધોની મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે.
નેતાજી પૂજારી પાસે સચવાઈ રહી છે અનોખી કૃતિ
ડૉ. નિર્ભયરામજીએ સંશોધનના ભાગરૂપે તૈયાર કરેલી આ ઐતિહાસિક અને સંશોધનાત્મક કૃતિ આજે પૂજારી શ્રી નેતાજી પૂજારી પાસે સચવાયેલી છે. વર્ષો બાદ પણ આ રચના શ્રીકૃષ્ણના વંશ અંગેના સંશોધનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહી છે.
દ્વારકાની ધાર્મિક વિરાસતમાં સંશોધનનું આગવું સ્થાન
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં તેમના વંશ અને પરિવાર અંગે કરવામાં આવેલું આ સંશોધન પંથક માટે અનોખી વિરાસત સમાન છે. ધાર્મિક આસ્થા સાથે સંશોધનને જોડતી આ રચના દ્વારકાના ઇતિહાસ અને શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી પરંપરાઓને સમજવા માટે વિશિષ્ટ મહત્વ ધરાવે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0